અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા નજીક આવેલ ચંદાલ ચોકડી પાસે રહેતા અને મૂળ બિહારનાં 48 વર્ષીય જનરામ મુન્શી રામ ગત તારીખ 7મીની રાત્રી થી તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અને ગળા તેમજ મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા શહેર પી.આઈ.જે.જી અમીન દ્વારા તપાસ આરંભી હતી.આજુબાજુ મળેલી માહિતી આધારે તેના મિત્રો પર શંકા આધારે પૂછપરછ આરંભી હતી. ચંદન રામચંદ્ર શર્મા, જુલ્મી ઉર્ફે રાયજી રામનરેશ રાય અને રાજકુમાર પ્રમોદસિંગ રાત્રીના નશાની હાલતમાં જનરામ મુન્સી પાસે આવ્યા હતા જ્યાં જમવાની માગણી કરતા જમવાનું નહિ આપતા ત્રણે ભેગા મળી જનરામ મુન્શીની હત્યા કરી હોવાની કબૂલાત કરતાતા પોલીસે ત્રણે ધરપકડ કરી રીમાન્ડની તજવીજ આરંભી હતી અને હત્યામાં વરાયેલ શસ્ત્ર અંગે વધુ પૂછપરછ આરંભી હતી બનાવ સંદર્ભે શહેર પી.આઈ.જે.જી અમીનએ જણાવ્યું હતું તેના મિત્રો નશાની હાલતમાં તેની પાસે આવ્યા હતા અને જમવાની માગણી કરી હતી જે જમવાનું નહિ આપતા હત્યા કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં આવતા હાલ ત્રણે ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં વપરાયેલ હથિયાર અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
Advertisement