Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ નિલેષ ચોકડી ઓવર બ્રિજ ના નીચે માં ભાગે થી ગત રાત્રી ના સમયે એક અજાણ્યા અંદાજીત ૩૫ વર્ષીય યુવક નો મૃતદેહ પડ્યો હોવાની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તપાસ આરંભી હતી..
જ્યાં પોલીસે લાશ નો કબ્જો લઇ તેને થયેલ બીમારી અથવા કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મરણ ગયેલ હોવાનું પ્રાથમિક તપાસ માં અનુમાન લગાવી મામલા અંગે નો ગુનો નોંધી લાશ ને પી એમ કાર્યવાહી અર્થે મોકલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી………..
અત્રે ઉલ્લેખનીય છે કે યુવાન ના ગળા ના ભાગે ફાંસો ખાઈ મરણ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે શંકાસ્પદ અવસ્થા માં મરણ જનાર આ યુવક ક્યાં નો છે અંકલેશ્વર માં શું કરતો હતો તે હાલ જાણી શકાયું નથી…પરન્તુ અંકલેશ્વર શહેર પો સ્ટે હદ માં મળેલ લાશ ના પગલે ચકચાર વ્યાપી ગયો હતો…..જોકે અ અજાણ્યા યુવક ના મરણ નું ચોક્કસ કારણ હત્યા કે આત્મહત્યા તે પી એમ રિપોર્ટ બાદ જ જાણી શકાય તેમ છે………

Share

Related posts

લોખંડ ચોરીના સામાન સહિત ઇકો કાર સાથે રાજપારડી પોલીસે બે ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

પોરબંદર : બરડાના 15 નેસડામાં 0 ટકા વેક્સિનેશન : લોકોમાં રસીકરણને લઈને અંધશ્રધ્ધા

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!