



બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ના ગડખોલ પાસે આવેલ મેઘના એમ્પાયર કોમ્પલેક્ષ માં ગતરોજ રાત્રીના સમયે ત્રણથી ચાર દુકાનોના તાળા તોડી શટર ઊંચા કરીને ચોરીનો બનાવ સામે આવ્યો છે……….
જાણવા મુજબ ગતરોજ રાત્રીના સમયે ગડખોળ પાટિયા પાસે ના કોમ્પલેક્સમાં આવેલ બાલા મોબાઇલ.ક્રિષ્ના મેડિકલ અને ભટીયાણી ટ્રેડર્સ ની દુકાનો ના તાળા તોડી શટર ઊંચા કરીને અજાણ્યા ઇસમો એ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું જોકે આ બનાવ અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી..અને સમગ્ર આ ચોરીના બનાવ માં કેટલા ની ચોરી થઇ છે કે કેમ તે અંગે હજુ જાણી શકાયું નથી….