Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ દ્વારા  ઇનહાઉસ સોશિયલ એક્ટિવિટી અંતર્ગત અંકલેશ્વરની બે શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી..

Share

વર્ષોથી ઓએનજીસી અંકલેશ્વર એસેટ અંકલેશ્વર અને તેના આસપાસના ગામડાંઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી ચીજવસ્તુઓ આપતી આવી છે તે જોતા ઓએનજીસી ઓફિસર્સ મહીલા સમિતિ પણ આવા કામ કરવા માટે તત્પરતા દાખવી અંકલેશ્વરની ગડખોલ આંગણવાડી કેન્દ્ર અને ઉછાલી પ્રાથમિક શાળામાં આજરોજ બાળકોને જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી.

ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિને ઈનહાઉસ સોશિયલ એક્ટિવિટી અંતર્ગત અંકલેશ્વર ગડખોલ ગામની આંગણવાડી કેન્દ્રમાં ૪૦ જેટલા નાના ભૂલકાઓને સ્લેટ-પેન રમકડા બિસ્કીટ અને બ્લેકબોર્ડ જેવી જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી જેનાથી બાળકો આંગણવાડી તરફ આકર્ષાય અને ભણવામાં ધ્યાન આપે તો બીજીતરફ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં ઓફિસર્સ મહિલા સમિતિની પ્રેસિડન્ટ સુજાતા રવિએ બાળકોને જરૂરી સ્કુલ યુનિફોર્મ ૬૬ જેટલા બાળકોને આપ્યા સાથે બાળકોને બૂટ મોજા પણ આપવામાં આવ્યા આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ સાહેબ મહેશભાઈએ ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિનો ખાસ આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવા હવે સેટેલાઇટ ઇમેજ અને આઇટીનો ઉપયોગ કરાશે.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

ખેડામાં પાર્લરની આડમાં ચાલતો દારૂનો ધંધો ગાંધીનગર વિજલન્સ ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો

ProudOfGujarat
error: Content is protected !!