

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર પાનોલી વચ્ચે ના નેશનલ હાઇવે પર અનઅધિકૃત રીતે મોટી માત્ર માં સળીયા લઇ ને જતા વાહનો ને આર આર સેલ પોલીસે એ બાતમી ના આધારે રોકી પુછતાછ હાથ ધરતા અસરકારક જવાબ ન મળતા પોલીસે પાંચ જેટલા શખ્સો ની બે ટ્રેલર.૧ ટેમ્પો અને ગાડીઓ સહીત ૭૫ હજાર કિલો સળીયા મળી અંદાજીત ૯૦ લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે પાંચ જેટલા શખ્સો ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે સમગ્ર મુદ્દામાલ નો કબ્જો લઇ સમગ્ર પ્રકરણ અંગે ઉંડાણ પૂર્વક ની તપાસ હાથ ધરવા સાથે વિમલ પદમજી રાજપુરોહિત.લીખમાં રામ ચૌધરી.રામ ઉજાગર કેદારનાથ તિવારી.હનવંત સિંહ રાજપુરોહિત.ધર્મા રાજ ચૌધરી સહીત ના આરોપીઓ ની અટકાયત કરી હતી……..
