સરકારની વાતો તો હંમેશા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની હોય છે. પરંતુ ગુજરાત ભરમાં આવા અનેકો કિસ્સા સામે આવે છે. જેમાં સગીર વયના બાળકો સાથે પણ આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે. માતા-પિતાને એવી સલાહ આપનારી સરકાર કે છોકરીઓને શિક્ષણ આપો પરંતુ એની સલામતી ક્યાં ???
ગુજરાત ભરમાં રોજ અનેકો ક્રાઈમ બનતા રહે છે. ચોરી, મર્ડર, મારામારી, બળાત્કાર, ઘણી વાર તો એવા કિસ્સા પણ પ્રકાશમાં આવે છે કે સ્ત્રીઓને પોતાના ઘરમાં પણ સલામતી નથી મળતી.
અંકલેશ્વર ખાતે સગીર વયની છોકરી પર દિવસ દરમ્યાન દુષ્કૃત્ય કરવામાં આવ્યું જેમાં ૫ નરાધમોની અંકલેશ્વર શહેર પોલીસે અટકાયત કરી. જેમાં એક આરોપી ૨૧ વર્ષનો છે તો બીજા ૪ આરોપિઓની ઉંમર સાંભળીને તો કદાચ તમે ચોંકી ઉઠશો… જુઓ વિડીયો
https://youtu.be/SA-mZcsZDX4
ત્યારે પ્રાઉડ ઓફ ગુજરાત ચેનલ તરફથી આવા બનાવોને વખોડી નાખવામાં આવે છે. તેમજ કાયદો પણ એટલો કડક હોવો જોઈએ કે જેથી આવા બનાવો કરતા નરાધમોની દુનિયામાં ફફડાટ મચી જાય એવી અપીલ છે. સાથે ગુજરાત સરકાર અને પોલીસ તંત્રને પણ નમ્ર અપીલ છે કે આવા બનાવોમાં થોડા કડક વલણનો ઉપયોગ કરે અને આવા બનાવો અટકે એવા પ્રયાસો કરે..