ત્રણ કરોડ બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે.
Advertisement
અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં ત્રણ કરોડ બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિ પૂજન ગુજરાતનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયુ હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર આ કેન્દ્રમાં ૩૦ બેડની અદ્યતન હોસ્પિટલની સુવિધા પ્રાપ્ત થશે.
ભૂમિ પૂજનના પ્રસંગે પ્રાંત અધીકારી રમેશ ભગોરી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતપટેલ, ગડખોલ ગામ પંચાયતના સરપંચ રોહન પટેલ તેમજ અન્ય આગેવાનો અને આ વિસ્તારના રહીશો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.