અંકલેશ્વરમાં જીઆઈડીસી નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ઔદ્યોગીક એકમોમાં આવતા ટેન્કર અને ટ્રક પાસેથી પ્રવેશ અર્થે ફી વસુલાતા ટ્રાંન્સપોર્ટ એસોસિએશન દ્વારા ચક્કાજામકરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના લીધે ખુબ મોટી કતારમાં ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો.
આજરોજ અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથોરિટી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક એકમોમાં આવતાં ટેન્કર, ટ્રકો તેમજ અન્ય વાહનો પાસેથી ૫૦/- રૂપિયાની પાવતી આપીને પ્રવેશ કરાવવાનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા રાજપીપળા ચોકડી પાસે આવતા ભારે વાહનોને અટકાવીને ચક્કાજામ કર્યો હતો. એસોસિએશનના મેમ્બરો એ જણાવ્યું હતું કે, આ ઓથોરીટી દ્વારા મુકાયેલ કાયદો યોગ્ય નથી. જેથી એસોસિએશનનાં મેમ્બરે પૈસા આપવામાં આનાકાની કરી હતી. અને વધુમાં કહ્યું હતું કે અમે આજીવન ટેક્સ સરકારમાં ભરતા હોઈએ છીએ અમે આવી કોઈ પણ પાવતીના રૂપિયા આપીશું નહિ.
આ અંગે નોટિફાઇડ ઓથોરિટી ના ચેરમેન હિંમતભાઈ શેલડીયા અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિયનના પ્રમુખ મહેશ પટેલે ટ્રાન્સપોર્ટર એસોસીએશન સાથે ચર્ચા કરી રહ્યા છે. ભારે ચક્કાજામના કારણે રાજપીપળા ચોકડી ખાતે અફરાતફરી મચી હતી. જ્યારે વધુ માત્રામાં ટ્રાફિક સર્જાવાના લીધે અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિકને થોડા સમય બાદ હળવો કર્યો હતો.