જે હેઠળ અલગ-અલગ પ્રાથમિક ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં રહેલી નૈસર્ગિક છૂપી શક્તિઓને મોકળું મેદાન પૂરું પાડી રાજ્ય રાષ્ટ્રીય સ્તરના ના ફલક પર ગરીબ વિદ્યાર્થીઓ પોતાને સાબિત કરી શકે અને ચમકી શકે તેના જ એક ભાગરૂપે આ વર્ષે પણ બીયર પ્લેઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લાની ૭૨૫ પ્રાઈમરી સેકન્ડરી તથા હાયર સેકન્ડરી શાળાનો સંપર્ક નવ તાલુકામાં કરવામાં આવેલું જેમાંથી 2031 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ ડ્રોઈંગ નેચર રિલેટેડ ડ્રોઈંગ કરી શીટ પર મોકલેલ જેમાં દરેક તાલુકા દીઠ 1થી 4 ક્રમાંક રાખી ટોટલ 108 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન રાશિ માટે સિલેક્ટ કરવામાં આવેલ જે માટે આજરોજ તારીખ 21 2 2018 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગટ્ટુ સ્કુલ પાસે નવજીવન ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયેલ.
જેમાં જીપીસીબીના અધિકારીશ્રી ત્રિવેદી સાહેબ જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી ખોડીયાર સામાજિક કાર્યકર મીનાબેન પંજવાણી, આરએફઓ શ્રી જેપી ગાંધી સાહેબ, સામાજીક કાર્યકર શ્રી ડૉ હરીશ ભાઇ શાહ,યુ.પી.એલ શ્રીસી.એસ.આર હેડ ઋષિ ભાઈ પઠાણી, સી.એસ.આર શ્રી નાથાભાઇ ડોડીયા સાહેબ, તથા યુ.પી.એલ ના વિવિધ યુનિટના યુનિટ હેડ તથા વિવિધ યુનિટના સી.એસ.આર વોલેન્ટિયર એ ઉપસ્થિતની સાથે અંદાજિત ૩૦૦ જેટલા વિવિઢ સ્કૂલોના વિદ્યાર્થી વિધ્યાર્થીનીઓ સાથે શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ પર્યાવરણ વિશે માર્ગદર્શન આપેલ ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ અને તે બાદ કાંસિયા, મોતાળી, કપલ સાડી માંડવાની સ્કૂલોના વિદ્યાર્થીઓએ કલ્ચરલ કાર્યક્રમ કરેલ તે બાદ ડ્રોઈંગ પ્રદર્શન ખુલ્લુ જાહેર જનતા માટે બે દિવસ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.