(યોગી પટેલ)
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ શ્યામ કેમિકલ પ્રા.લી નામ ની કંપની માં પાઈપ બ્લોક થવાના કારણે નાના રીએક્ટર માં અચાનક બ્લાષ્ટ થતા એક સમયે કર્મચારી ઓ માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો રીએક્ટર માં થયેલા બ્લાષ્ટ ના પગલે ત્રણ જેટલા કર્મચારીઓ ને ઈજાઓ પહોચતા તેઓ ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા………
અત્રે ઉલ્લેખનીય છે કે લોક ચર્ચા મુજબ આ અગાઉ પણ નાના મોટા અકસ્માતો ના બનાવો બન્યા હતા જેના પગલે જી પી સી બી એ એક્શન માં આવી કંપની ને ક્લોઝર નોટીશ આપી ને બંધ કરાવી હતી અને બાદ માં કંપની સંચાલકો એ ક્લોઝર નોટીશ હટાવવા ની કોશિશ કરી હતી ત્યારે હજુ બે દિવસઃ પણ વિત્યા નથી અને ફરી એક વાર શ્યામ કેમિકલ પ્રા.લી કંપની માં રીએક્ટર બ્લાષ્ટ ની ઘટના બાદ થી જી પી સી બી ના એક્શન ઉપર સૌ કોઈ ની નજર રહેશે અને કામદારો ના જીવ સાથે પૂરતા સેફ્ટી ના સાધનો ના અભાવ સાથે ખીલવાડ કરતી આ પ્રકાર ની કંપની સામે તંત્ર લાલ આંખ કરે તે જરૂરી દેખાઈ આવે છે નહીં તો આજ ની ઘટના માં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે પ્રશ્ર્નો હાલ તો લોક મૂર્ખએ આ ઘટના બાદ થી ચર્ચાઈ રહ્યો છે…
Advertisement