(યોગી પટેલ)
કંપનીના ચાલકો સીક્યુરિટી ની અસરકારકતા તપાસે છે ખરા ???
અંકલેશ્વર – પાનોલી જી.આઈ.ડી.સી એ આવેલ વિવિધ કંપનીઓમાં છાશવારે ચોરીના બનાવો બની રહ્યા છે. રોકડા નાણા કરતા વિવિધ ચીજ વસ્તુઓની ચોરી થતી હોય તેવા બનાવો વધી રહ્યા છે. નોધવું રહ્યું કે લગભગ તમામ કંપનીઓમાં સાધન સામગ્રીની દેખરેખ અને સાર સંભાળ માટે તેમજ ચોરી ન થાય તેમાટે સિક્યુરીટી રાખવામાં આવે છે.પરંતુ એ સિક્યુરીટી બીનાસ્ર્કારક પોરવાર થાય છ. જે કેસન ફાર્મા કંપનીમાં ૧,૮૩,૦૦૦/- ની કિંમતનાં માલસામાન ચોરી થયો હતો.
જો કે આ બનાવાનો આરોપીઓ ઝડપાઈ ગયા છે. બનાવના ફરિયાદી જોતા પાનોલી જીઆઇડીસા નાં પ્લોટ નબર ૮ માં આવેલ સન ફાર્મા કંપની વિસ્તારમાંથી છેલ્લા ૧૫ દિવસથી લાઈટ બંધ હોય અંધારાનો લાભ લઇ ખુલ્લામાં ગોડાઉનમાં પડેલ એલ્યુમીનીયમ, કોટન્સ કિંમત રૂપીયા ૧,૮૩,૦૦૦/- ની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવામાં લાઈટ બંધ હતી કે લાઈટ બંધ કરી દેવાઈ હતી તે તપાસનો વિષય બને છે.
આ બનાવ અંગે આરોપી મુકેશ રમણ વસાવા રહે, ગુમાનપૂરા તાલુકો ઝઘડિયા અને નાશિર લીયાકત અબ્દુલ રહેમાન ફકીર રહે, અંસાર માર્કેટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.