

અંકલેશ્વર શહેર પોલીસ મથક ની હદ માં આવેલ પારસીવાડ અગિયારી બાજુ ના વિસ્તાર માં સોહરાગ પદરજી વીમા દલાલ ની હોન્ડા સીટી કાર નંબર જી જે ૧૬ સીબી ૬૨૬૩ તેઓના મકાન ના સામે પાર્ક કરી હતી દરમિયાન અજાણ્યા તસ્કરો એ કાર ના મેક વ્હીલ ટાયર ની ચોરી કરી કાર ને ઈંટો ઉપર મૂકી પલાયન થઈ જતા ભારે ખળભળાટ મચ્યો હતો…….
જયારે સમગ્ર બનાવ અંગે ની જાણ ફરિયાદી સોહરાબ ભાઈ એ અંકલેશ્વર શહેર પોલીસ મથક ને કરતા શહેર પોલીસે અંદાજીત ૪૦ હજાર ની કિંમત ધરાવતા ચાર જેટલા મેક વ્હીલ ટાયર ની ચોરી અંગે નો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે……અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં વધતા જતા ચોરીઓ ના બનાવો ના પગલે તસ્કરો કેટલી હદે બે ફામ બન્યા છે તે આ પ્રકાર ની ચોંકાવનારી ઘયના ઓ ઉપર થી કહી શકાય તેમ છે કારણે કે આ અગાઉ પણ થોડા દિવસઃ પહેલા અંકલેશ્વર માં તસ્કરો એ ગૌ વંશ ની ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હતો અને હવે અંકલેશ્વર માં પાર્ક કરેલ ફોરવ્હીલ ગાડીઓ પણ તસ્કરો ના તરખાટ નો ભોગ બનતા લોકો માં ભારે ચકચાર સાથે તસ્કરો ને વહેલી તકે પોલીસ પકડ માં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે….

