(યોગી પટેલ)
અંકલેશ્વર-હાંસોટ વિસ્તારની નહેરોનું સિમેન્ટ કોન્ક્રીટ કરવા અર્થે અંદાજે રૂ 10 કરોડના ખર્ચે અને બે મહિના માટે નેહરો ને બંધ રાખવામાં આવી હતી ખેડૂતો અને ઉદ્યોગોએ પણ સારી કામગીરીને અપેક્ષાએ અનેક યાતનાઓ ભોગવીને ચૂપ રહ્યા હતા .અને આ કામગીરી વહેલી પુરી કરવા માટે ચોવીસ કલાક કામ કરવામાં આવતું હતું પરંતુ તેની નિગરાની નહેર ખાતા ના કોઈપણ અધિકારીની હાજરી વગર કામો ચાલતાં હતાં કોન્ટ્રાક્ટટ્ર એ પોતાનો આર્થિક હિત સાચવવા તેમણે જે ઉતાવળે કામગીરી કરી હતી તેના પરિણામે તેની ગુણવત્તા જળવાઈ ના જળવતા નહેરના આ કામમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાયું છે જેમાં મોટી તિરાડો જોવામાં આવી છે. આમ જે અપેક્ષાએ યાતનાઓ ભોગવી હતી કે ખોટી નીવડી નીકળી છે કેમ કે હાલમાં જો હાલમાં આ પરિસ્થિતિ હોય તો આ થયેલ કામનો આયુષ્ય કેટલું ? આ કામગીરી શંકાસ્પદ બની ગઈ છે. આ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આસપાસ નાં અલગ વિસ્તાર એટલે કે માટીએડ. દિગસ અને હાંસોટ આસપાસના ગામોના થયેલ કામગીરીમાં જ્યાં અનેક જગ્યાએ આ તિરાડો નજરે પડી હતી અને તેમણે અંકલેશ્વર અને હાંસોટ ચાલતા નહેર ખાતા ના પ્લાન્ટ ની મુલાકાત પણ લીધી હતી જ્યાં હાથી” અને “બિરલા” કંપની ની બહુ પ્રખ્યાત ના હોય એવી સિમેન્ટ વપરાતી હતી જે 53 ગ્રેડ ની હતી .
આ બાબતમાં તેમણે નહેરખાતાના એજ્યુકેટિવ ઇન્જિનિયર શ્રી ચૌધરી સાહેબને આ બાબત વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે
“અમોને ગઈકાલે આ બાબતની જાણકારી મળી છે અને અમો કોન્ટ્રાક્ટર પાસે આ રીપેરીંગ કરાવીશું . અને સિમેન્ટ અમોએ માન્ય કરેલ સિમેન્ટ છે.”
જો કે શ્રી પટેલે જણાવ્યું હતું કે આ બાબતની ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઇએ અને તેમાં વપરાયેલા મટીરિયલની પણ તપાસ થવી જોઈએ અને આમાં સંડોવાયેલા અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ અને સરકાર ના એટલેકે પ્રજા ના પેસા નું દુરુપયોગ કરનારા સામે સખત કાર્યવાહી થવી જોઈએ.