Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર કલબના સભ્યોની અજોડ સિદ્ધિ : શિયાળામાં જામી જતી લદાખની ઝંસ્કાર નદી પર સફળ ટ્રેકિંગ

Share

૧૧,૫૦૦ ફીટની ઊંચાઈ અને માઇન્સ ૨૫ ડીગ્રી તાપમાનમાં આરોહણ

કેટલાક યુવાનો એવા હોય છે કે જેમાં પ્રથમથી સાહસિકતા અને પડકારોને પહોંચી વળવાનું મજબુત મનોબળ જેવા ગુણ ખીલેલા હોય છે. અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર ક્લબ આવા જ સાહસિક યુવાઓની સંસ્થા છે.

Advertisement

અંકલેશ્વરના રીવાઈવ એડવેન્ચર કલબના સાટ યુવાનોની ટીમે અકલ્પનીય અને જોખમથી ભરપૂર એવા એક સાહસને સફળતાપૂર્વક સિદ્ધ કરીને યુવાનો-વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. હિમાલયનાં પ્રસિદ્ધ લેહ-લદાખ વિસ્તારથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.

ખાસ કરીને લદાખ એ ટ્રેકિંગનાં શોખીનો માટે સ્વર્ગ છે. લદાખમાં ઝંસ્કાર નામની એક નદી વહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન લદાખમાં તાપમાનનો પારો ગગડીને શુન્યથી નીચે માઈન્સ ૨૫ ડીગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે ઝંસ્કાર નદીનું પાણી થીજીને બરફ બની જાય છે ત્યારે એને ચદ્દર ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. ૧૧,૫૦૦ ફીટની ઊંચાઈ એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન આ ટ્રેકને પર્વતારાહ્કો માટે ખુલ્લા મુકવામાં આવે છે. ૨૫ ડિગ્રીનું હાડ ગાળી નાખતું ઠંડુ વાતાવરણ અને ૧૧,૫૦૦ ફીટની ઉંચાઈએ જામી ગયેલી ઝંસ્કાર નદીનું આરોહણ એ કલ્પના જ સામાન્ય માણસને ધ્રુજાવી ડે છે ત્યારે અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર ક્લબનાં સાત સભ્યો જેમાં બે યુવતીઓ પણ સામેલ છે તેઓએ આ દુર્ગમ આરોહણનું બીડું ઝડપ્યું. ટીમના સભ્યોમાં રીન્સન થોમસ, ડીસ્મી રીન્સન, બાબુ રાજન, વિક્રમ સિંહ, નેહા ગીરી, હિરેન પ્રજાપતિ અને નરેન્દ્ર શર્માએ અત્યંત જોખમી એવું આ ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાની સિદ્ધિ થી સૌને અચંબિત કરી દીધા છે. આ અંગે ટીમના રીન્સન થોમસે જણાવ્યું હતું કે, જામી જતી નદી પર આરોહણ કરવું એ અત્યંત જોખમી છે. નદી પર જામેલા બરફનો થર ક્યાંક અત્યંત પાટલો હોય તો સીધા બરફ તોડીને પાણીમાં ખાબકી જવાય અને બચવું મુશ્કેલ જ નહિ પરંતુ લગભગ અસંભવ હોય છે. એટલું જ નહિ ઊંચાઈથી ધોધ સ્વરૂપે પડતું નદીનું પાણી પણ થીજીને બરફ બન્યું હોય એટલે બર્ફિલા ધોધ પર એક એક પગલું અત્યંત સાચવીને ચઢવું પડે છે સહેજ પણ ગફલત તમારો અને તમારી સાથેના સભ્યોનો જીવ જોખમમાં લાવી ડે છે એવી સ્થિતિ થાય છે જો કે અમે ભારે જહેમત બાદ આરોહણને સરળ બનાવ્યું હતું. સમગ્ર ટીમના ટીમવર્કથી આ શક્ય બન્યું છે.

રીવાઈવ એડવેન્ચર ક્લબનાં આ ટીમને અંકલેશ્વર ખાતે હાલમાં જ યોજાયેલી સાયકલોન દરમ્યાન સન્માનિત કરવામાં આવી છે. સાંપ્રત પૈકીમાં વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસમાં જ નહિ પરંતુ આવી સાહસિક પ્રવૃતિઓ માં પણ રસ લેતા થાય એ જરૂરી છે. આખરે તો જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતા વ્યક્તિ તૂટી જાય છે પરંતુ સાહાથી ભરપૂર આવી પ્રવૃત્તિ માનવીના મનોબળ ઉપરાંત શારીરિક બાળાને પણ મજબુત કરે છે એમાં શંકાને સ્થાન નથી.

 


Share

Related posts

સુરત : માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન ધર્મેશભાઇ ગામીત

ProudOfGujarat

અમરેલીમાં બિસ્માર બન્યો આ વર્ષો જૂનો પુલ આખરે ક્યારે જાગશે તંત્ર લોકો ને પડી રહી છે તકલીફો..?? જાણો વધુ  

ProudOfGujarat

ઝઘડીયાની બોરોસિલ કંપની દ્વારા ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!