Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી બાઈક ચોરની ધરપકડ કરી

Share

 

પ્રતિન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન ઝડપાયેલ બાઇક ચોર ઝડપાયો

Advertisement

આરોપીએ 4 જેટલા બાઈક ચોરી કરી હોય તેવું કબુલ્યું

જાણવા મળતી માહિતી મુજબ પ્રતિન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન બાઈક ચોર ગુલામ હુસેન મુસાભાઈ રહે. હનુમાન ફળિયું, ઉમરવાડા અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો.

વધુ પૂછતાછ કરતા ગુલામ હુસેને વધુ ચાર બાઈક ચોરી કર્યા હોય તેવો ખુલાસો કર્યો હતો. જે આધારે પોલીસે ચાર મોટર સાઇકલ રિકવર કરવા તેમજ અન્ય ચોરીના ભેદ ઉકેલવા શહેર પોલીસે રીમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભરૂચ તરફ થી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને આવતા તેને રોકી પૂછપરછ કરતા તે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામનો ગુલામ હુસેન મુસા પટેલ હોવાનું જણાવ્યું હતું.

તેના પર શંકા જતા પોલીસે તેના પાસેથી બાઈકના કાગળો માંગતા પોલીસ ને તેનો જવાબ સંતોષકારક નહિ લાગતા તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી ત્યારે તેની તે બાઈક ચોરીનું હોય તેમ જણાવ્યું હતું. શહેર પોલીસે સઘન પૂછપરછ કરતા ગુલામ હુસેન મુસા પટેલે અન્ય 3 મોટર સાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ 3 મોટર સાઇકલ રિકવર કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ તેની સાથે કોઈ અન્ય આરોપી પણ જોડાયેલ છે કે નહિ તે અંગેની પણ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં હર્ષોઉલાશ સાથે મુસ્લીમ બુરાદારોએ ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરી હતી…….

ProudOfGujarat

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ની પાનમ નદી ના ઉચવાણા ગામના પટમાંથી રેતી ખનન કરતા વીસ જેટલા વાહનો ભારે વરસાદ ના પગલે પાનમ નદી મા નવા પાણી આવતા ડુબી જવાનો અને તણાય જવાની ધટના બનવા પામી હતી .

ProudOfGujarat
error: Content is protected !!