અંકલેશ્વર ખાતે ગત રોજ કે.ઈ.સી કેમ્પસમાં જવાહર બક્ષીના માનમાં ગઝક સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહીને ગઝલનો આનંદ લીધો હતો.
શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કડકિયા એજ્યુકેશનલ કેમ્પસ માં 24મા સ્થાપના દિન નિમિત્તે સ્મૃતિ વ્યાખ્યાની પૂર્વ સંધ્યાએ નામાંકિત ગઝલકાર અને નરસિંહ મહેતાના વંશજ ડોક્ટર જવાહર બક્ષી ના માનમા ગઝલ સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ચેરમેન શ્રી પંકજ ભાઈ કડકીયા ટ્રસ્ટી ગણ માધવીબેન કડકિયા ડો નિરંજન પંડ્યા વગેરેની ઉપસ્થિતિમાં સંગીત વિસાદર હેમંત દેસાઈ તથા તેમના સંગીત વૃંદે જવાહર બક્ષીની રચનાઓની સુંદર રજૂઆત કરી હતી. જવાહર બક્ષી પોતે કાર્યક્રમમાં સંચાલિત થયા હતા જય શ્રી જવાહર બક્ષીની ઓળખ આપતા કહ્યું હતું. કે જવાહર બક્ષી શબ્દ લય અને સંગીતની જુગલબંદીથી આધ્યાત્મિક વાતાવરણ રચી શકે છે .જવાહર બક્ષી અને તેમની ગઝલ પ્રસ્તુતિથી સંગીત રસિકો મંત્રમુગ્ધ બન્યા હતા.