Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

Share

અંકલેશ્વર ના રાજપીપળા રોડ પર આવેલા મીરા નગર પાસે અજાણ્યા શખ્સો એક વાછરડીની કારની ડીકીમાં ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા માં આવી છે.
અંકલેશ્વરનાં મીરા નગરમાં રહેતા પશુપાલક સુદામાસિંહ ભજનસિંહ એશિયન જાતિની ગાય પશુ પાલન અર્થે લાવ્યા હતા. આ ગાયને દોઢ વર્ષની વાછરડી પણ હતી, બંનેને ઘરનાં આંગણમાં સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યા હતા.
પોતાનું પશુધન સુરક્ષિત છે કે નહિં તેની ખાતરી કરવા માટે રાત્રીનાં ત્રણ વાગ્યાનાં સુમારે સુદામસિંહે ઘરની બહાર ભાળ કાઢી હતી,ત્યારે તેમને ગાય અને વાછરડી સલામત હોવાનું નજરે પડયું હતુ,પરંતુ વહેલી સવારે જયારે તેઓ ઘર બહાર નીકળતા જ વાછરડી ગાયબ હોવાનું ધ્યાને આવ્યુ હતુ, પરંતુ ગાય સલામત હતી.

આ અંગે સુદામાસિંહે નજીકનાં વિસ્તારોમાં તપાસ કરતા વાછરડીની કોઈજ ભળ મળી ન હતી. જોકે આ બધી દોડધામ વચ્ચે સ્થાનિક સીસીટીવી ટીવીનાં ફૂટેજમાં આખી ઘટના કેદ થઇ હોવાનું બહાર આવ્યુ હતુ.
આ સી સી ટીવી ફૂટેજ માં વાછરડીને એક કારમાં 2 ઈસમો ડિકીમાં ભરીને લઇ જતા હોવાનું સામે આવ્યુ હતુ, આ અંગે સુદામાસિંહે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને આરોપીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ : દેશભરમાં એલર્ટ અપાયું.

ProudOfGujarat

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની અને ધ રેડ બ્રિક સમિટ, આઇઆઇએમ, અમદાવાદ રજૂ કરે છે, ‘મોતિલાલ ઓસવાલ થિંક ઇક્વિટી થિંક ક્યુજીએલપી કોન્ટેસ્ટ’ની ત્રીજી આવૃતિ

ProudOfGujarat
error: Content is protected !!