જીનવાલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાઈ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અંકલેશ્વર તાલુકા ની 3 ગ્રામ પંચાયત અને એક ગ્રામ પંચાયત ની સરપંચ ની પેટા ચૂંટણી ની મતગણતરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
અંકલેશ્વર તાલુકાના માટીએડ ,બોરીદ્રા અને જૂનાબોરભાઠા ગામ અને અંદાડા ગ્રામ પંચાયત ની સરપંચ ની પેટા ચૂંટણી નું ગત તારીખ 4 ફેબ્રુઆરી ના રોજ મતદાન યોજાયું હતું , જેની મત ગણતરી આજરોજ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે મામલતદાર ની ઉપસ્થિતિ માં હાથ ધરવામાં આવી હતી ઉત્તેજનાસભર વાતાવરણ માં યોજાયેલ મતગણતરી દરમ્યાંન ટેકેદારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ,સૌ પ્રથમ અંદાડા ગ્રામપંચાયત ના સરપંચ ની મતગણતરી હાથ ધરતા દિપક સોમા વસાવાનો વિજય થયો હતો જયારે સાગર વસાવાનો પરાજય થયો હતો ,ત્યારબાદ જુના બોરભાઠા ગ્રામ પંચાયત માં જયાબેન મહેશ વસાવાનો તેમની પેનલ સાથે વિજય થયો હતો ,બોરીદ્રા પંચાયતમાં અમિષાબેન જીતેન્દ્ર વસાવા અને માટીએડ ગ્રામ પંચાયત માં મધુકાન્તાબેન રમેશભાઈ પટેલ તેમની પેનલ સાથે વિજેતા જાહેર થતા તેમના ટેકેદારો એ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો જો કે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપ્પન થઇ હતી