Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા ગત રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિરનાં સત્સંગ હોલ ખાતે ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગ થી યોજાયેલ રક્તદાન શિબિરમાં મહિલાઓ તથા યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને શિબિરને સફળ બનાવી હતી. જ્યારે શ્રી યુવા મિત્ર મંડળનાં સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવીને સેવાકીય પ્રવૃત્તિ સફળ બને તેવા પ્રયત્નો કર્યા હતા.
રક્તદાન શિબિરમાં યુવા મિત્ર મંડળનાં પ્રમુખ હિંમત દેવાણી, ઉપપ્રમુખ કાંતિ દૂધાત,મયુર કોટડીયા,પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબરીયા સહિત યુવા મિત્ર મંડળનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃતિઓ દ્વારા પોતાની ઓળખ ધરાવતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિર સતત શરુ રાખી દર ત્રણ મહિને યોજાતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 4 ફેબ્રુઆરી રવિવારનાં રોજ કરવામાં આવ્યુ હતુ.

Share

Related posts

હવે સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક…..અંકલેશ્વરનો ચોંકાવનારો બનાવ….જાણો વધુ.

ProudOfGujarat

Bharuch

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat
error: Content is protected !!