અંકલેશ્વર શહેર પોલીસે બોરભાઠા રોડ પર ઇકો કાર માંથી ઝડપી પાડેલ ઇંગ્લીશદારૂ કેસ માં 3 ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડયા છે.
અંકલેશ્વરના બોરભાઠા રોડ પર તારીખ 2જી ફેબ્રુઆરીનાં રોજ ઇકો ગાડીમાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ઇકો કાર આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા કાર માંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરનાં ટીન મળી કુલ 936 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1 લાખ ઉપરાંતનાં રૂપિયા ઈંગ્લીશ દારૂ સાથે આદિલ મીનુ અંકલેશ્વરીયાની પોલીસે ધરપકડ કરી હતી. તમેજ ઇકો કાર મળી કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસ ની પૂછપરછમાં પાંજરાપોરનાં લાલાભાઇ સોમાભાઈ વસાવા અને અન્ય એક ચિરાગ પ્રજાપતિનું નામ ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન લાલા વસાવા તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં તેના ઘરે પોલીસે દરોડા પાડતા લાલા વસાવા તેમજ ચિરાગ પ્રજાપતિ ઝડપાઇ ગયા હતા. તેઓ ની ઉલટ તપાસમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સુરત ના કિમ ની સંધ્યા પટેલ પાસે થી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલ વસાવાને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ગત તારીખ 13મી નવેમ્બર 2017નાં રોજ ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, અને આણંદ જિલ્લા માંથી 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં ઇકો કારમાં ઈંગ્લીશ દારૂ હેરફેર કરી રહ્યો હતો. અને તડીપાર હોવા છતાં તેના ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ ની અટક્યાત બાદ રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.