અંકલેશ્વર સ્થિત જીઆઇડીસી તમામ મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ભારતની પ્રતિષ્ઠ સન ફાર્મ કંપનીનો એક પ્લાન્ટ અંક્લેશ્વરની જીઆઇડીસીમાં આવેલો છે. જ્યાં ગત મોડી રાત્રે 2-30 વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા, આસપાસમાં રહેતા લોકો તેમજ કંપનીના કર્મીઓ ફફળી ઉઠ્યા હતા. જોત જોતામાં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લેતા, ફાયર બ્રીગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. જ્યાં કલાકોની ભારે જહેમત બાગ વહેલી સવારે આગ પર કાબુ મેળવાયો હતો. જોકે આ ઘટનામાં અત્યાર સુધી કોઇને જાનહાની થઇ હોય તેવુ જાણવા મળ્યું નથી.
અંક્લેશ્વર જીઆઇડીસી સ્થિત આવેલી સનફાર્મા કંપની ખૂબ મોટા પાયે વિવિધ પ્રકારની દવાઓ બનાવવાનુ કામ કરે છે. જેથી કંપનીમાં દવાઓને લાગતા કેમિકલ અને જરૂરી ચીજવસ્તુઓ વિપુલ માત્રમાં રાખવામાં આવતી હોય છે. મળતી માહિતી અનુસાર, ગત રોજ કંપનીમાં સોલવન્ટ ભરેલા કેટલાક ટેન્કરો હતા, તથા અન્ય કેમિકલ ભરેલા ટેન્કર પણ કંપનીમા હતા. તેવામા અચાનક મોડી રાત્રે 2-30 વાગ્યાની આસપાસ કંપનીમા પ્રચંડ ધડાકાનો અવાજ આવ્યો અને જોતા જોતા એક બાદ એક ધડાકા થતા, કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
જે જોતા લોકોના ટોળા દોડી આવ્યાં હતા. જ્યારે આસપાસમાં રહેતા લોકો અને અન્ય કંપનીના કર્મચારીઓમાં ભારે ફફળાટ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ તાત્કાલીક ફાયર બ્રીગેડને કરાતા આસપાસના તમામ ફાયર સ્ટેશનની કુલ 16 ફાયર ફાયટરોની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં ફાયર ફાઇટરો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને કાલોકની ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવાયો હતો. જોકે આ લાગવાનુ કારણ હજી સુધી સ્પષ્ટ થયુ નથી. જેથી નિષ્ણાંતો દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે.