-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના એસ ટી ડેપો પાસે આવેલ શોપિંગ ની મોબાઈલ ની દુકાન માં ગત રાત્રી ના સમયે તસ્કરો એ ત્રાટકી દુકાન નું શટર ઉંચુ કરી અંદર પ્રવેશી બ્રાન્ડેડ કંપની ના મોબાઈલ ની ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી હતી…
જોકે તસ્કરો ની તમામ હરકત સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેમાં સ્પષ્ટ પણે તસ્કરો ચોરી ની ઘટના ને અંજામ આપતા હોવાનું નજરે પડતું હતું …જયારે મોબાઈલ ની દુકાન માંથી મોટી માત્ર માં બ્રાન્ડેડ કંપની ના મોબાઈલો ની ચોરી થઇ હોકાનું જાણવા મળ્યું હતું ..હાલ તો સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ની મદદ થી વધુ તપાસ હાથ ધરી છે.




