અંકલેશ્વર તાલુકા ના ઉછાલી અને મોતાલી ગામ સમરસ બન્યા છે.તો બોઇદ્રા, જૂના બોરભાઠા બેટ અને માટીએડની સામાન્ય ચૂંટણી તેમજ અંદાડા ગામની સરપંચની પેટા ચૂંટણી રવિવારે યોજાનાર છે.
અંકલેશ્વર તાલુકાની 5 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 2 ગામ ઉછાલી અને મોતાલીની ગ્રામ પંચાયત સમરસ બની છે. તેમજ માટીએડમાં 6 વોર્ડ બિન હરીફ થયા છે. તેમજ 1 સરપંચ અને 2 વોર્ડની ચૂંટણી યોજાશે. બોરીદ્રામાં 1 સરપંચ અને 8 વોર્ડની ચૂંટણી યોજવામાં આવનાર છે. જુના બોરભાઠા બેટ ગ્રામ પંચાયતમાં 3 વોર્ડ બિન હરીફ થયા છે. જ્યારે સરપંચ માટે 3 અને 7 વોર્ડ માટે 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. અંદાડા ગામે સરપંચ માટેની પેટા ચૂંટણી યોજવામાં આવશે.
જયારે 6 ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવશે. મતદાન પ્રક્રિયા માટે અંકલેશ્વર ચૂંટણી અધિકારી એસ.ડી.એમ રમેશ ભગોરાનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી તથા પોલીસ ટીમ સજ્જ કરવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં એક પી.આઈ, 2 પીએસઆઈ, 38 જેટલા પોલીસ જવાનો, 5 મહિલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 15 જેટલા બુથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.