અંકલેશ્વર શહેર પોલીસ મથક દ્વારા શહેર જવાહર બાગ ખાતે થી ટ્રાફિક બ્રિગેડ, એલ.આર.ડી જવાનો,પોલીસ જવાનો સહીત પોલીસ કુમક દ્વારા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.અમીનના માર્ગદર્શન હેઠળ તેમની સાથે રેલી યોજી હતી જે વિવિધ પ્લે કાર્ડ વડે વાહનચાલકોને ત્રાફિકના નિયમનોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. તેમજ ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા પાસે આવાગમન કરતા વાહન ચાલકો ગુલાબ આપી તેમને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા ત્રાફિક વિભાગ દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જીઆઇડીસી એ.આઈ.એ સંકુલ ખાતે બેલ હોલમાં હેઝાર્ડસ્ટ ટ્રાન્સ્પોટેશન પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં એ.ઈ.પી.એસના ચેરમને અતુલ બુચ, તેમજ ઉપ પ્રમુખ કે શ્રીવત્સન દ્વારા ઉદ્યોગોમાં કેમિકલ ભરેલ ટ્રકો,કન્ટેનરો, ટેન્કરોના ટ્રાન્સ્પોટેશન પર સુરક્ષા પગલાં અને રાખવી પડતી તકેદારી અંગે જાણકારી આપી હતી. તેમજ એ.આર.ટી.ઓ દ્વારા પણ આ મુદ્દે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે એ.આઈ.એ. પ્રમુખ મહેશ પટેલ, અંકલેશ્વર ડી.વાય.એસ.પી એલ.એ.ઝાલા, બી.ટી.ઈ.ટી ના પ્રમુખ અનીશ પરીખ જીઆઇડીસી પી.આઈ.આર.કે ધુળીયા ઉપસ્થિત રહ્યા હતા. તો પોલીસ વિભાગ તેમજ બી.ટી.ઈ.ટી દ્વારા માર્ગ સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યા ટ્રાન્સપોર્ટર, વાહન ચાલકો. તેમજ ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા.