Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતેના મોતાલી ગામે બે મકાનોમાં આગ લાગતા દોડધામ મચી

Share

અંકલેશ્વર તાલુકામાં આવેલ મોતાલી ગામે 2 મકાનોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે બે ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘર વખરીનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
અંકલેશ્વરના મોતાલી ગામે રહેતા નટવર જેસીંગ વસાવા અને પાડોશમાં રહેતા પ્રવીણ વસાવા ના ઘરમાં મધ્યરાત્રીએ અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આગ પર ફળીયાના રહીશો નું ધ્યાન જતા તાત્કાલિક બન્ને ઘરમાં સુતેલા પરિવારજનો ને ઉઠાડી બહાર કાઢી પાણી નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધુ ફેલાતા તાત્કાલિક અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ આગમાં બન્ને ઘર ની ઘરવખરી બળી ને ખાખ થઇ જતા મોટું નુકશાન થવા પામ્યું હતું પરંતુ કોઈને ઈજા થઇ ન હતી.

Share

Related posts

ભરૂચના નવ તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે યોજાશે.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

ProudOfGujarat

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક મુખ્ય માર્ગ પર અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતાં ચાલકનો બચાવ.

ProudOfGujarat
error: Content is protected !!