Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર ના પાનોલી ઓવર બ્રીજ નજીકથી પોલીસે બાતમી ને આધારે રાજસ્થાની બુટલેગર ને ઝડપી લઈ વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૫લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે હતો

Share

ભરુચ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી નાયબ જિલ્લા પોલીસ વડા બી.ડી.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફ્લોં સ્કોર્ડ ના સ્ટાફ ને મળેલી બાતમી ને આધારે પાનોલી ધામદોડ રોડ ઉપર એક બોલેરા જીપ માં વિદેશી દારૂ લઈને રીઢો બુટલેગર આવી રહયો હોવાની પાકી બાતમી ને આધારે પાનોલી ઓવર બ્રીજ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એક બોલેરો જીપ મહારાષ્ટ્ર પાર્સીંગ ની આવતા તેને રોકી તપાસ કરતા તેમાથી વિદેશી દારૂ-બીયર ના ટીન મળી ને કુલ રૂ/ ૨,૪૫,૮૦૦ નો દારૂ મળી આવ્યો હતો. બોલેરા જીપ નો માલિક લલિત ઉર્ફે હરીરામજી સોની ઉ-૪૦ રહેવાસી વર્ધમાન સોસાયટી અંકલેશ્વર મૂળ રહેવાસી બાડમેર રાજસ્થાન ને ઝડપી લીધો હતો પોલીસે જીપ દારૂ સહિત કુલ રૂપિયા ૫,૫૦,૮૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ દારૂ મંગાવનાર દિપુભાઇ તથા સેલવાસ નો મનીષ સામે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરી તપાસ કરતા લલિત સોની અગાઉ સુરત અને નવસારી માં પણ દારૂના ગુનામાં ઝડપાયો હતો

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાનું વલણ ગામ ડેન્ગ્યુના ભરડામાં, ત્રણ સંતાનની માતાનું મોત અનેક સારવાર હેઠળ.

ProudOfGujarat

અમદાવાદની એચ.એ. કોમર્સ કોલેજને રાષ્ટ્રની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં પસંદગી કરાઈ

ProudOfGujarat

લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગોકુળ આઠમની રથયાત્રા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!