Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નજીક આવેલ અંદાડા ખાતે ના મોટીઈ ફળિયા માં રહેતી સંગીતા બેન સંદીપ ભાઈ પટેલ તેમજ જ્યોતિ બેન ઉપેદ્ર ભાઈ પટેલ ને ત્યાં વિદેશી દારૂ માં વેચાણ અંગે ની બાતમી વડોદરા આર આર સેલ વિભાગ માં થતા આર આર સેલ ના કર્મીઓ એ ગત સાંજે અંદાડા ખાતે દરોડા પાડી બે મહિલા બુટલેગરો ને ત્યાંથી જુદી જુદી બ્રાંડ ની વિદેશી દારૂ ની ૩૦૦ ઉપરાંત બોટલો સાથે અંદાજીત ૨૧ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી બંને મહિલા બુટલેગરો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……..

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી ભરૂચ જીલ્લા માં અલગ અલગ સ્થળો એ થી વિદેશી દારૂના જથ્થા ઝડપાવવા ના બનાવો માં વધારો થયો છે અને પોલીસ ની બુટલેગરો ઉપર સતત કાર્યવાહી થી નશા ના વેપારીઓ માં ફફડાટ જોવા મળી રહ્યો છે..

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર- સજા પડે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈ ગામે ઘરમાં પૂજા પાઠ માટે પ્રગટાવેલો દીવો ઉંદર ખેંચી જતા ઘરમાં આગ લાગી.

ProudOfGujarat
error: Content is protected !!