અંકલેશ્વર ખાતે મંગળવારથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ ફાયર સેમિનાર અને પ્રદર્શનીનો પ્રારંભ થયો છે.
અંકલેશ્વર એ.આઇ.એ ઓડિટોરીયમ ખાતે બે દિવસીય સેમિનાર અને પ્રદર્શનીના પ્રારંભ ટાણે યોજાયેલ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓધ્યોગિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટર ડી.થારા ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડિરેક્ટર ડી.સી.ચૌધરી તથા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેક્ટર બી.આર.નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડી.થારાએ ઉધ્યોગોને કડક શબ્દોમા આડે હાથ લીધા હતા.તેમણે અકસ્માતો ઉપરાંત પર્યાવરણીય પરિસ્થિતિને લઇકડક વલણ અખત્યાર કરતા જણાવ્યુ હતુ કે અંકલેશ્વર ખાતે બીજી વારની મુલાકાતછે અને કોઇ જ સુધારો હજુ સુધી દેખાયો નથી તેમણે ઉધ્યોગોનેકડક શબ્દોમા સાથે મલીને પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટે એક થઇ કામ કરવા નિર્દેશ આપ્યા હતા.
અંકલેશ્વર એન્વાયરોમેન્ટ્સ પ્રિઝર્વેશન સોસાયટી – એ.ઈ.પી.એસ દ્વારા યોજાયેલ આબે દિવસીય સેમિનરમા ઓધ્યોગિક અકસ્માતોને ઘટાડવા અને અંકુશમા રાખવા માટેના ઉપાયો અને એના કડક અમલીકરણ ઉપરાંત જળ – જમીન અને વાયુ પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે ઉધ્યોગ જગત દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરાશે સાથે જ સેફ્ટી ઇક્વિપમેન્ટનુ પ્રદર્શન પણ હાથ ધરાશે આ કાયક્રમમા એ.ઇ.પી.એસ ના ચેરમેન સુનિલ બુચ, એ.આઇ.એ પ્રમુખ મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉધ્યોગ અગ્રણીઓ હાજર રહ્યા હતા.