Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવતીનું કમકમાટીભર્યું મોત…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે અંકલેશ્વરના પીરામણ ગામ વિસ્તાર પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવતીનું ટ્રેનની અડફેટમાં આવી જતા કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.આ યુવતીનું નામ બ્રુસાલી નિલેશભાઈ સોમાભાઈ મહેતા હોય જેઓની ઉંમર આશરે ૧૮ થી ૨૦ વર્ષ હોય તેવું જાણવા મળ્યું હતું. આ યુવતી અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર પાસે આવેલ સરદાર કોમ્પલેક્સ વિસ્તારમાં રહેતી હોય જેઓ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોય તેવું પણ જાણવા મળ્યું હતું. હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમના વાલી વારસદારોને બોલાવી ડેડબોડી નો કબજો લઈને અંકલેશ્વર શહેર ના સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડીને ખસેડવામાં આવી હતી. હાલ વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.

ProudOfGujarat

“રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા પી.એસ.આઈ સહિત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે અંતરિયાળ અને ડુંગરો વચ્ચે ઝરણા સાથે ખીલી ઉઠેલી પ્રકૃતિ વચ્ચે આદિવાસી બાળાઓનો સોમ્યતાથી ભરેલ અનોખો વિડીયો વાઇરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!