રોકડા રૂપિયા ૧૧ હજાર અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૪ હજાર નો મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર
પરિવારજનો અનાજ કારીયાનું લેવા ગયા તે વેળા તસ્કોરોએ મકાનને નિશાન બનાવ્યું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સુખધામ એપાર્ટમેન્ટ નાં એક મકાન ને નિશાન બનાવી તસ્કોરોએ રોકડા રૂપિયા સહીત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી આવેલ સુખધામ એપાર્ટમેન્ટ માં મકાન નંબર ૧૦૫ માં શોતા મૂળ વિજાપુર તાલુકાના રણાસન ગામના વિઠ્ઠલભાઈ રામાભાઈ પટેલ ફેબ્રિકેશનનાં કામ અર્થે બહાર ગયા હતા. અને તેઓના પરિવાર નજીકમાં અનાજ કારીયાણા ની દુકાન પર ગયા હતા. તે દરમ્યાન ગત રોજ બપોરના સમયે તસ્કોરોએ તેઓના મકાનને નિશાન બનાવી આગળના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, કાનસેટ, તથા વીંટી અને સોના ચાંદીના ઘરેણા ટીમજ રોકડ રૂપિયા ૧૧ હજાર મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૪ હજાર નો મુદ્દામાલ ચોરી કરી. તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.