Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

*અંકલેશ્વર કેમિકલ માફિયાઓ ના કૌભાંડ નો પગેરૂ અંકલેશ્વર થઈ પાલેજ સુધી પહોંચ્યું.*

Share

( પ્રતીક પાયધોડે અંકલેશ્વર )
છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર ની પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ ને માહિતી મળતી હતી કે અંકલેશ્વરની નવજીવન હોટલ ની પાછળ કેટલાક કેમિકલ માફિયાઓ કેમિકલની બેગો સાથે કેમિકલ પાવડર નો સંગ્રહ  કરી વેચાણ કરી રહ્યા છે .
આજે સુરક્ષા મંડળની  ટીમને માહિતી મળી હતી કે   ટ્રક દ્વારા આ માલને સગેવગે કરવાની હિલચાલ થઇ રહી છે. તેની જાત તપાસ સલીમપટેલ અને હરેશભાઇ પરમાર દ્વારા  કરતા માલુમ પડ્યું હતું કે ત્યાં ટ્રંક દ્વારા આ કેમિકલ પાવડર અને કેમિકલની બેગો અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે જેથી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા આ બાબતની જાણકારી અંકલેશ્વર ખાતેના GPCB  વિભાગીય વડા  ત્રિવેદી ને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેના જવાબમાં ત્રિવેદીએ જણાવ્યું હતું કે *આજે રવિવાર છે અને મારી પાસે સ્ટાફ નથી અને આજે કોઈ કાર્યાવહી થઈ શકે એમ નથી અને વધુ માં તેમણે સલાહ આપી હતી કે તમો  પોલીસને બોલાવી ને પકડાવી દો અમે સોમવાર મંગળવારે અમારી કાર્યવાહી કરીશું.*  
મંડળના પ્રકૃતિ મંડળના સલિમ પટેલ અંકલેશ્વરના રિજિયોનલ  ઓફિસરના જવાબથી સંતોષ ન થતાં સલીમ પટેલ અને તેમની ટીમ દ્વારા આ ટ્રકનો પીછો કરી પીછો કરતા આ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી જેથી આ બાબતની જાણકારી સલીમ પટેલ દ્વારા ભરૂચના GPCB ના  રિજિયોનલ ઓફિસર શ્રી વ્યાસ સાહેબ ને કરી હતી અને વ્યાસ સાહેબે તેમની ટીમ મોકલી હતી આમ પ્રકૃતી સુરક્ષા મંડળ  અને જીપીપીને ટીમ દ્વારા પીછો કરાતાં આ ટ્રક પાલેજ જીઆઇડીસી ની ગેરકાયદેસર ની બનાવેલ  ફેક્ટરીમાં પહોંચી હતી જ્યાં  નજીકમાં આવેલ ખેતીની જગ્યામાં  ગેરકાયદેસર કેમિકલ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી હતી કે જ્યાં અંકલેશ્વર અને વડોદરાની ફેકટરીઓમાંથી કેમિકલ વેસ્ટ લાવી ત્યાં સંગ્રહ કરવામાં આવતો હતો તેમજ કેમિકલ બેગો ધોવાનું મોટા પાયે કામ ચાલતું હતું . અને આ કેમિકલ વાળું પાણી નું જમીન માં ખાડો કરી નિકાલ કરવામાં આવતું જોવામાં આવ્યું હતું .તેઓ આ બેગોને ત્યાં ધોયા પછી તેમની ગેરકાયદેસરની ફેકટરીમાં ગઠ્ઠા બનાવી અન્ય જગ્યાએ વેચાણ ની  પ્રવૃત્તિ ચાલતી હતી .ભરૂચની પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા જરૂરી નમૂના અને કાગળો ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પ્રકૃતિ મંડળના પટેલે જણાવ્યું હતું કે જો અંકલેશ્વર ના નવજીવન હોટલ પાછળ ના   ગેરકાયદેસરના ડમ્પિંગ ખાતે અંકલેશ્વર જી.પી.સી.બી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો આ કેમિકલ વેસ્ટ કઈ કમ્પની માંથી આવે છે અને તેમનો સપ્લાયર કોણ છે તે જાણી શકાયુ હોત.  કેમિકલ વેસ્ટ ખરીદનાર પણ ગુનેહગાર છે પરંતુ તેના કરતા કેમિકલ વેસ્ટ વેચનાર કંપનીઓને પકડી કાર્યવાહી કરવી જરૂરી હતી જેમાં અંકલેશ્વર ના અધિકારીઓનો  યોગ્ય સહકાર ન મળતાં આ કાર્યવાહી થઈ શકી ન હતી.

Share

Related posts

માંગરોળ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ભાગી જતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ : ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાઈ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!