કમીશન રાજથી કોન્ટ્રાકટરો અને ઉદ્ધત વર્તનથી ભયભીત
અંકલેશ્વર જી.આઈ.ડી.સી અને રહેણાંક વિસ્તારમાંથી વહીવટની જવાબદારી ઓની છે. એ નોટીફાઈડ એરીયાના કર્મચારીઓ અને કોન્ટ્રાકટર્સ હાલ ચીફ ઓફિસરના તુમાખી ભર્યા. વર્તનથી ત્રાસ અનુભવી રહ્યા છે. અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓફીસના વહીવટ જેના હાથમાં છે. એવા ચીફ ઓફિસરનું તુમાખ ભર્યું અને ઉદ્ધત વલણ હાલ ચર્ચાની એરણ પર છે. પૂર્વ નેતાના સંબંધ અને હાલના એક મોટા નેતાના અંગત હોવાનો ઘોંસ જમાવનાર ચીફ ઓફિસર કર્મચારીઓ પરતો જાણે નોકર હોય એવી તોતડાઈથી વર્તન કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ચેમ્બરમાં કોઈને પ્રવેશ પણ મુશ્કેલી થી મળે છે. નોટીફાઈડ એરિયા ઓફીસના કર્મચારીઓ એ પણ જો તેમને મળવું હોય તો ઘણી રાહ જોવી પડી રહી છે. તો બીજી તરફ આ અધિકારી પોતે મોટા નેતાના અંગત હોવાનો ડર બતાવી ને તગડું કમીશન ઓકાવે છે. જેથી કોન્ટ્રાકટાર વર્ગમાં પણ અધિકારી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. એક કર્મચારીઓ એ નામ ન આપવાનું શરતે જણાવ્યું હતું કે સમગ્ર નોટીફાઈડ એરિયા કચેરીમાં સખત તણાવ નાં કારણે ડીપ્રેશનનો ભોગ બને એવી પણ સંભાવના છે. લોકોની સેવા માટેના શપથ લઇ ઉચ્ચ પદ ધારણ કરતા. અને બાદમાં હાથ નીચેના કર્મચારીઓ ઓનું તુચ્છ ગણી ભ્રષ્ટ્રાચારને પ્રાધાન્ય આપતા આવા અધિકારી સામે તરત પગલા લેવાય એવી પણ માંગ કેટલાક ખાનગી રાહે કરી છે. ત્યારે એ અગામી સમયમાં શું થશે એ જોવું રહ્યું.