દિનેશભાઇ અડવાણી
પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ આઈ.જી,ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી અંકલેશ્વર ડિવિઝન માં પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવાના આદેશને લઈને અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી શાહરૂખ નજીરભાઈ પઠાન રહે તાર ફળિયા, સત્તાર શેખ રહે તાર ફળિયા,આસિફ નજીર ખાન રહે તાર ફળિયા નાઓ થોડા મહિના અગાઉ દારૂની હેરાફેરી કરતા હોય અને અંકલેશ્વર શહેર પોલીસે આ તમામ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.ત્યારે ગઈકાલના રોજ અંકલેશ્વર શહેર પોલીસે આ ત્રણેય આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
Advertisement