Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

બે ઘરફોડ ચોરોને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં વધી રહેલી ચોરીની ફરીયાદોને દાખવા માટે એકશનમાં આવેલી પોલીસે બાતમીના આધારે બે ઈસમોને  ૪૧(૧) ડી હેથળ ધરપકડ કરી જે બાબતે વધુ તપાસ કરતા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી પોલીસ ને આજરોજ અંકલેશ્વર ખાતેથી બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો મોબાઈલ ફોન વેંચવાના ઈરાદે અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી નજીક ફરી રહ્યા છે. જે બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી જલધારા ચોકડી પાસેથી આ શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરતા પોલીસ ને સંતોષકારક જવાબ ન મળતા અને આ શંકા સ્પદ ઈસમોની જડતી કરતા આ ઈસમો ૫ મોબાઈલ અને ચાંદીની પગની પહેરવાની રીંગો મળતા પોલીસે આ મુદ્દામાલના આધાર – પુરાવા માંગતા તેઓ આપી ન શકતા આ બન્ને ઈસમોની અટકાયત કરતા વધુ તપાસ આદરી હતી. વધુ સઘન તપાસ કરતા પોલીસે યુક્તિ-પ્રયુક્તિ પુર્વક જીણવટભરી પૂછપરછ કરતા આ બન્ને ઈસમોએ અંકલેશ્વર ના કાપોદ્રા પાટીયા નજીક દ્રારકેશ યાર્ડ સોસાયટી માંથી છ એક દિવસ આગળ રાત્રીના સમયે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તે ચોરીનો મુદ્દામાલ હોવાનું કબુલ્યુ હતું. પોલીસે આ કામના આરોપી શિવમ ઉર્ફે વિનોદ પાંડે અને સંજય ઉર્ફે બગાલી સન્યાસી ક્રિશ્ના દાસ અને તેમની અંગ ઝડતી માંથી મળી આવેલ ૫ મોબાઈલ કિંમત રૂપિયા ૧૬,૬૦૦ તથા ચાંદી જેવી સફદ ધાતુની પગની અંગુઠી નંગ ૩ કી. રૂપિયા ૧૦૦૦ મળી કુલ ૧૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે સી.આર.પી.ઝેડ ૪૧(૧) ડી હેઠળ અટક કરી જી.આઈ.ડી.સી પોલીસને વધુ તપાસ કરવા જાણ કરાઈ હતી

Advertisement

Share

Related posts

વાગરા : રેલ્વે વીજળી સ્ટેશનમાં આગ ભડકી ઉઠતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવ્યો.

ProudOfGujarat

લગ્ન પછી પહેલા મતદાન, અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે એક યુવતીએ પીઠી ની હાલતમાં મતદાન કર્યું…

ProudOfGujarat

ભરૂચ:”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!