Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાય ની અંતિમવિધિ ધાર્મિક રીતે કરવામાં આવી….

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર શહેરમાં ગાયનું મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ બહાર આવી રહી છે ત્યારે અંકલેશ્વર ના વોર્ડ નંબર-3 માં રામનગર પાસે પ્લાસ્ટિકની બેગ ખાવાથી એક ગાય નું મૃત્યુ થયું હતું.આ ગાયનો મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળ ઉપર જ પડી રહ્યો પરંતુ સ્થાનિક નગરપાલિકાના કોઈપણ સભ્યએ આ બાબતનું ધ્યાન ન લેતા છેવટે અંકલેશ્વરના જાગૃત નાગરિક અને શ્રીરામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલી ગાયને હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ અંતિમ વિદાય આપવામાં આવી જ્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ના વોર્ડમાં આવી ઘટનાઓ બનતી હોય અને આડા કાન કરી જો ચલાવી લેવામાં આવતું હોય તો પછી અન્ય સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરશે તેવું પણ નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે.ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા આવા મૂંગા પ્રાણીઓ માટે શું પગલાં ભરશે એ હવે જોવાનું રહ્યું.

Advertisement


Share

Related posts

ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન

ProudOfGujarat

અંકલેશ્વરના રંગોલી પાર્ક ખાતે એરફોર્સ જવાન અભિનંદન ના નામે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ધાંગધ્રા હોટલ રેસ્ટોરન્ટમાં પાર્સલ સુવિધાઓ શરૂ થતાં લોકોને આંશિક રાહત મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!