દિનેશભાઇ અડવાણી
નહેરુ યુવા કેન્દ્ર-ભરૂચ અને ગાંધી-150 મંડળ ભરૂચ તેમજ માશક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના સહયોગથી તારીખ ૨૯-૩-૨૦૧૯ ને શુક્રવારના બપોરે 03:૦૦ કલાકે સફેદ કોલોની કોસમડી ખાતે મહિલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ રીતુ બહેને સ્વાગત પ્રવચન કર્યુ હતું.ત્યારબાદ તુલસીપુરી ગોસ્વામીએ મહિલાઓની સ્થાનિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.જેમાં બહેનોએ શોચાલયની સુવિધા,સ્વરોજગારીનો પ્રશ્ન અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.જેના નિવારણ માટે સ્થાનિક મહિલા સંગઠન બનાવવા જણાવ્યું હતું ઉપરાંત શ્રમદાન દ્વારા સ્વચ્છતાને અગ્રીમતા આપવી અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતું.
બદ્રીભાઇ જોષી શાંતિગ્રામ તણછા એ પ્રમુખસ્થાનેથી જણાવ્યું હતું કે બહેનો 30 વર્ષથી આ કોલોનીમાં રહી શ્રમજીવી જીવન ગુજારે છે ત્યારે તેઓના નામે મકાન થાય છે કે કેમ ? તેમજ મકાનની મરામત,જાળવણી અંગે ચર્ચા કરી હતી.આપણી પાયાની જરૂરિયાત રોટી-કપડા-મકાન-સ્વાસ્થ્ય તેમજ શિક્ષણ આપણેને સરકાર શ્રી દ્વારા મળવું જોઈએ તેમ જણાવ્યું હતું.આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે પૂર્ણ સ્વતંત્રતા મેળવી શક્યા નથી અને વિકાસની વાતો થાય છે.પરંતુ છેવાડાના માનવી ની પરિસ્થિતિ હજુ પણ તેવી જ છે.માટે આ અંગે આપણે સાથે મળી સૌને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરીશું ત્યારે આપણે ગાંધીજીના સ્વપ્નનું સાચુ સ્વરાજ્ય મળશે.તેવો એહસાસ વ્યક્ત કરીશું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુમ્મા બહેન અને ચંદ્રેશ ગોસ્વામીએ કહ્યું હતું.આભાર વિધિ ગફુરભાઈએ કરી હતી.