અંકલેશ્વર પ્રતિક પાયાઘોડે
રાષ્ટ્રીય ધોરી માર્ગ ખરોડ પાટીયા પાસે એકસેલ હોટલ આવેલ છે. ત્યાં કમ્પાઉંડ પાસે એક નાળુ આવેલ છે જેમા અવાર-નવાર આજુ-બાજુ કંપનીના સતાધિશો પ્રદુષિત કેમિકલ નો નિકાલ કરે છે આવાજ પ્રદુષિત કેમિકલમાં આગ લાગતા નાસ-ભાગ અને અફરાતફરી નું વાતાવરણ ફેલાઈ ગયું હતું જો કે કેમિકલ સળગતુ – સળગતુ નાળાના એક છેડાથી બીજા છેડે પ્રસાર થયું હતું સમયસર ફાયર ફાયટરો આવી જતા આગ પર કાબુ મેળવુ હતું. કુખ્યાત અંસાર માર્કેટ તેમજ આમલાખાડી આવા નાના-મોટા નાળાઓમાં અવાર-નવાર કહેવાતા માથાભારે કંપનીના સંચાલકો ધ્વારા જન આરોગ્યના ભોગે પ્રદુષિત કેમિકલનો નિકાલ કરવામાં આવે છે. તેમ છતા જી.પી.સી.બી અંકલેશ્વર ના ઉગતા તંત્ર ધ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવતી ન હોવાની લોકચર્ચા ચાલે છે.
Advertisement