Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ટાઉનહોલ માં પાણી ભરાવવા મુદ્દે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ….

Share


તારીખ ૧૨ જુલાઈ ના રોજ અંકલેશ્વર શહેર મા વરસેલા વરસાદ મા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ના ગેલેરી પાર્ટી હોલ તેમજ  ઓપન પેસેજ મા અડધા થી એક ફૂટ પાણી ભરાયા હતાં ટાઉન હોલ ની છત થી વિવિધ જગ્યાએ પાણી ટપકવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં….
આ પછી સતત ચાર દિવસ સુધી વરસતા વરસાદ માં નગરપાલિકાની ગેરવહીવટ ની પોલમપોલ બહાર પડી હતી, તા 16 જુલાઈ એ શરીફ કાનુંગા એ ટાઉનહોલ ના ઔડિટોરિયમ હોલ ના સ્ટેજ પર ના છત ના ભાગ માંથી પાણી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતાં નગરપાલિકાના ગેરવહીવટ નો ભાંડો ફૂટ્યો હતો, એ સંદર્ભે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના સભ્યો અને કૉંગ્રેસ આગેવાનોએ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી વહીવટી તંત્ર, ઇજનેરો, ઇજારદારો, આર્કિટેક અને કંસલ્તન્ટ પર હલકી ગુણવત્તા ગેરરીતિ અને ભ્રષ્ટચાર ની સીબીઆઇ તેમજ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ અને એન્ટી કરપ્સન બ્યુરો થકી કાયદાકીય રીતે નિષ્પક્ષ તપાસ ની માંગ કરી હતી આ રજુઆત લઇ ને નગરપાલિકા વિરોધપક્ષ ના દંડક શરીફ કાનુગા, જિલ્લા યુવા કૉંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, યુવા પ્રમુખ ભરત પરમાર, લોક સરકાર ના ઈનચાર્જ પ્રતીક કાયસ્થ, મ્યુ. સભ્ય રાજેશ વસાવા, સ્પંદન પટેલ, ભરત મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

‘ગુડ લક જેરી’ ની અપાર સફળતા બાદ સાહિલ મહેતાને ફિલ્મ ‘રક્ષાબંધન’માં તેની ભૂમિકા માટે ઘણો પ્રેમ અને પ્રશંસા મળી.

ProudOfGujarat

મોંઘવારીની અસર : તાડફળીના ભાવમાં ધરખમ વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!