Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં ૨૪ કલાકમાં ડામરનો રોડ ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ…..

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વોર્ડ નંબર સાત માં પંચાયતી બજારથી લઈને રામકુંડ તરફ જતા માર્ગ ઉપર ગઈકાલ રોજ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો જે ચોવીસ કલાકમાં ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્થાનિક સભ્યોને રજૂઆત કરવા છતાં પણ આ કામને સુધારવામાં આવ્યું નથી અને પાછલા પાંચ વર્ષની અંદર એક પણ સભ્યો અમારી સોસાયટીમાં આવ્યા જ નથી તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.જ્યારે અંકલેશ્વર નગરપાલિકાના એન્જિનિયરને પણ આ વાતની રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ નાની નાની બાબત કહેવાય આ કોઈ મુદ્દાની વાત ન કહેવાય તેવું જણાવી વાતને વખોડી નાખી હતી.ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રોડની મરમ્મત ક્યારે કરવાં આવશે કે પછી આ જ રીતના ડામરના રોડનું કામ ડાયરા પર બતાવી કોન્ટ્રાક્ટર પોતાનું બિલ પાસ કરાવી લેશે.

Advertisement


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે કપીરાજનો આતંક : વૃધ્ધા પર હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!