Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના ભડકોદ્રા નજીક આવેલ ગોકુલ સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા જયેન્દ્રસિંહ ભરથાણીયાનો પુત્ર ધ્રુવ્રરાજ કાપોદ્રા પારિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે.ગતરોજ ધ્રુવ્રરાજ સ્કુલમાં હતો એ દરમ્યાન તેના ક્લાસ રૂમમાં બેંચ બદલવા બાબતે સહ વિદ્યાર્થી જયમીન પટેલ સાથે ઝઘડો થયો હતો.જેમાં જયમીને ધ્રુવરાજને માથાના ભાગે કાળું મારી દેતા તેણે ગંભીર ઈજા પહોચી હતી.બનાવની જાણ થતા જ શાળા પરિવાર દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.આ અંગે વિદ્યાર્થીનાં પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

મહારાષ્ટ્ર : અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની કરી જાહેરાત

ProudOfGujarat

ભરૂચ,અંકલેશ્વરમાં જુગરધામો પર પોલીસના દરોડા, હજારોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાનમાં સ્થિતિ વિસ્ફોટક સમાન બની..!! કોરોનાની ગંભીર પરિસ્થિતિ સામે તંત્રની આંકડા છુપાવવા જેવી રમત..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!