Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર-અજાણ્યા ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ૧નું મોત બે ઘાયલ.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પા સાથે ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ થી સુરત તરફના નેશનલ હાઇવે ઉપર ગત મોડી રાતે બાઇક પર ત્રણ સવારી જતા યુવાનોને પુર ઝડપે આવતા એક ટેમ્પોએ અડફેટે લઈ ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ઉપર સવાર અન્ય બે યુવાનોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

Advertisement

તા.૨૭/૦૩/૨૦૧૯ની રાતે નેશનલ હાઇવે નં.૪૮ ઉપર સુરત થી ભરૂચ જવાના રોડ ઉપર પોતાની બાઇક નં.GJ-16-BA-6073 લઈને લક્ષમણ રણજીત વસાવા,ભદ્રેશ કાલીદાસ વસાવા અને વનમાળ રતીલાલ વસાવા ઉમરગામ જવા નીકળ્યા હતા.દરમિયાન સુરત થી ભરૂચ જવાના રોડ ઉપર નેશનલ પેટ્રોલિયમ નજીક થી પસાર થતા હતા ત્યારે અચાનક પુરઝડપે આવતા એક આઇસર ટેમ્પોએ તેમની બાઇકને અડફેટે લઈ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર ત્રણેવ યુવાનો રોડ ઉપર પટકાયા હતા.જેમાં બાઇક ચાલક લક્ષમણ વસાવાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બે યુવાનોને નાની મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મરનાર યુવાનની લાશને પી.એમ. અર્થે ખસેડી ફરાર ટેમ્પો ચાલકની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં એમ્બ્યુલન્સ ડેની ઉજવણીના ભાગરૂપે ૧૦૮ ઈમરજન્સીનાં 90 કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સાફ-સફાઈ કરી.

ProudOfGujarat

લીંબડીની શાળા કોલેજોમાં ૧૦૮ નું ડ્રેમોસ્ટેશન કરવામાં આવ્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણ’ નાં કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!