અંક્લેશ્વર ખાતે ધોધમાર વરસાદમાં ભોજનથી પણ વંચિત રહેતાં ગરીબ પરિવારો અને બાળકોને જે સાંઈ મિશન દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
અંક્લેશ્વર ખાતે કાર્યરત સેવાસંસ્થા જે સાંઈ મિશન દ્વારા ગુરૂવારે અંક્લેશ્વર સ્ટેશન વિસ્તારમાં રહેતાં ગરીબ પરિવારો ઉપરાંત ઘરવિહોણા બાળકો અને ગરીબો માટે ગરમા ગરમ મસાલા ખીચડી ઉપરાંત મિઠાઈ અને બિસ્કિટની વ્યવસ્થા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસોથી અંક્લેશ્વરમાં ધોધમાર વરસાદનાં પગલે કેટલાય ગરીબ બાળકો અને નિરાધારો ભોજન ઉપરાંત રોજકામથી વંચીત રહ્યાં હતા જેમને જે સાંઈ મિશન દ્વારા ભોજન કરાવતાં તેઓએ પણ તૃપ્તિ અનુભવી હતી અને આનંદ વ્યક્ત કર્યોં હતો. સંસ્થાના ફાલ્ગુની પટેલે જણાવ્યું હતુ કે હાલમાં અમરત પુરા ગામે પણ ૧૬ ગરીબ પરિવારોને રેશનની વસ્તુઓ આપી હતી. જરૂરિયાત મંદોની સેવા એ જ અમારો ઉદેશ્ય છે અને આવાં કામથી અમને આનંદ થાય છે.