પવિત્ર અધિક માસમાં શ્રધાળુ ઓને સ્નાનથી વંચિત રાખ્યા
સરકાર નર્મદા નદીમા પાણી નો પૂરવઢો પૂરવાર કરે એવી માંગ
રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ ભરૂચ પાવન સીલા માં નર્મદા માં સર્જાયેલા જળસંકટ ને માનવ સર્જન ગણાવી સરકાર પર પ્રહાર કર્યો છે
અહેમદ પટેલે કરેલા ટિવટમાં જણાવ્યુ છે કે પવિત્ર એવા અધિક માંસમા નર્મદા સ્નાનનું અનેરું ધાર્મિક મહત્વ છે પરંતુ સરકારી અણાઅવડતને લીધે નર્મદામાં જળસ્તર સૂકાઈ ગયાં છે અને હજારો શ્રધાળુઓ નર્મદા સ્નાનથી વંચિત રહ્યાં રહ્યાં છે સ્નાન માટે આવતાં શ્રધાળુઓ નર્મદાના સૂકાયેલા નીર જોઈ નિરાશ થઈ રહ્યાં છે. સરકારની અણઆવડતનાં લીધે સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે અહેમદ પટેલે માંગ કરી છે કે સાંપ્રત પરિસ્થિતિ પારખીને સરકાર નર્મદામાં જળસ્ત્રોત પુન: પૂર્વવત કરે અને શ્રધાળુઓને પાવન અધિક માસમાં નર્મદા સ્નાનનો લ્હાવો મળે એની ગોઠવણ કરે
નોંધનીય છે કે નર્મદા નદીમાં છેલ્લાં એક વર્ષ થી પણ વધુ સમય જળસંકટ છે અને આંદોલનો પણ થયા છે પણ સરકારે આ દિશામા કોઈ જ પગાલા ભર્યાં નથી જેથી ભરૂચની જનતામાં ભારે આક્રોશ છે ત્યારે એહમદ પટેલની આ રજુઆત અને માંગને ગુજરાત સરકાર કેટલી ગંભીરતાથી લે છે એ જોવું રહ્યુ.