૧ DYSP, 3 PI સહિત જવાનો ઉપરાંત બહારથી કુમક મંગાવાઈ…
CCTV કેમેરાથી મોનિટરિંગ કરાશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોઈન્ટ…
અંક્લેશ્વરમાં રથયાત્રા વિનાવિઘ્ને પૂર્ણ થાય એ માટે પોલિસતંત્રએ પણ ધનિષ્ઠ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
અંક્લેશ્વર ભરૂચી નાકા વિસ્તારની હરિદર્શન સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથજીનાં મંદિરેથી શનિવારે સવારે ૧૧ કલાકે રથયાત્રાનો આરંભ થશે. આ યાત્રા ભરૂચી નાકા, ચૌટાનાકા થઈ ચૌટા બજાર, ચોકસી બજાર, દેસાઈ ફળિયા, સમડી ફળિયા, પંચાટી બજાર, થઈ સાંજે ૭ કલાકે પુન:મંદિરે સમાપન થસે . આ રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને વિઘ્ન વિના શાંતિપુર્ણ રીતે યાત્રા પુર્ણ થાય એ પોલિસતંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન ૧ DYSP, 3 PI, ઉપરાંત સ્થાનિક પોલિસકર્મીઓ તો તૈનાત રહેશે જ, સાથે સાથે હોમગાર્ડનાં જવાનો ઉપરાંત વધારાનાં ૫૦ જવાનો બહારથી આ બંદોબસ્તમાં જોડાશે. રથયાત્રાની પુર્વ સંધ્યાએ આ સમગ્ર રૂટ પર પોલિસે ફ્લેગ માર્ચ યોજી હતી.
રથયાત્રા દરમિયાન સંવેદનશીલ સ્થળોએ પોલિસ પોઈન્ટ તેમજ ધાબા પોઈન્ટપર પણ પોલિસ જવાનો તૈનાત કરાયાં છે. સમગ્ર રથયાત્રાનું CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ પણ વિભાગ દ્વારા કરાશે. આ માટે મહત્વનાં સ્થળોએ પણ CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. શાંતિપુર્ણ અને ઉત્સાહભર્યા માહૌલમાં રથયાત્રા પુર્ણ થાય એ માટે પોલિસે ચુસ્ત સલામતી વ્યવસ્થા જાણવી છે.