અંકલેશ્વર વાલીયા રોડ ઉપર આવેલ રૂદ્રાક્ષ રેસિડન્સીમાં રહી ઓનલાઇન માર્કેટીંગનું કામ કરી પરિવાર સાથે રહેતા મુળ વાલિયાના ભમાડીયાના વતની એવા શૈલેષ ગોવિંદરામ વારડેએ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં જ રહેતા બિલ્ડર વિપુલ પાનસુરીયા પાસે F-602નંબરનો ફ્લેટ રૂપિયા ૧૪ લાખમાં વેચાણ રાખી દસ્તાવેજ પણ પોતાના નામે કર્યો હતો. પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા બાકી છે કહી મકાનનું પઝેશન(કબ્જો) આજદિન સુધી ન અપાયો હતો.
તા. ૨૨મીના રોજ બપોરે તેમની સોસાયટીના ગેઇટ પાસે આવેલ હાર્ડવેરની દુકાન પાસે શૈલેષભાઇ ઉભા રહી કોઇની સાથે વાત કરતા હતા.દરમિયાન બિલ્ડર હીતેશભાઇ પાનસુરીયા અને વિપુલભાઇ પાનસુરીયા પણ હાર્ડવેરની દુકાને આવી શૈલેષભાઇને જણાવેલ કે તેમે મારો ફ્લેટ કયારે ખાલી કરો છો અને બાકીના રૂપિયા ક્યારે આપો છો કહેતા શૈલેષભાઇએ મેં રૂપિયા પુરા આપી દિધા છે કોઇ પૈસા આપવાના બાકી નથી કહેતા.બંન્નેવ સુરતના બિલ્ડરબંધુઓએ ઉશ્કેરાઇ જઈ શૈલેષને ખેંચીને તેમની ઓફીસ ઓમ ડેવલોપર્સ ખાતે લઈ જઈ પ્લાસ્ટીકના પાઇપ વડે ગાળો બોલી મારમારી જો તુ મકાનના રૂપિયા બાકી છે નું કબુલ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશુની ધમકી પણ આપી હતી.આ ઘટનામાં ઘાયલ થયેલ શૈલેષભાઇએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર લઈ પોલિસ મથકે જઈ બંન્નેવ બિલ્ડર વિરૂધ ખોટી રીતે તેમને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્નેવ બિલડર વિરૂધ કાર્યવાહી હાથ ધરી છે.