શહેર- નોટિફાઈડ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયાં- ખાડાં પડ્યા…
PWD, પાલિકા, નોટિફાઈડ ઓફિસની પ્રિ મોનસુન કામગીરી પોકળ…
અંક્લેશ્વર શહેર GIDC વિસ્તારને ૩ દિવસથી ધમરોળતાં મેઘરાજાએ તમામ તંત્રોની પ્રિ મોનસુન કામગીરીની પોલંપોલ ખુલ્લી કરી છે.
અંક્લેશ્વર પંથકમાં છેલ્લાં ૩ દિવસથી મૂશળધાર વરસાદનાં કારણે ભારે સમસ્યા સર્જાઈ છે. સૌથી મોટી સમસ્યા વિવિધ વિસ્તારોમાં પાણીનાં ભરાવાની છે. શહેરી વિસ્તારમાં નવીનગરી, હસ્તી તળાવ, સુરતી ભાગોળ, સંજય નગર જેવા વિસ્તારો જળબંબાકાર બન્યાં છે. તો નોટિફાઈડ એરિયામાં સરદાર પાર્ક જેવા સૌથી પોશ એરિયાં પણ જળતરબોળ થઈ ગયો હતો. વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણી એ તમામ વિભાગોની પ્રિ મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
PWD,નગર પાલિકા, નોટિફાઈડ ઓફિસ કે પછી વીજકંપની ચોમાસાં પહેલાં દર વર્ષે પ્રિ મોનસુન કમગીરીનાં નામે લાખો રૂ! ખર્ચે છે પરંતુ એકદ-બે જોરદાર ઝાપટાંમાં જ આ તમામ વિભાગોની કામગીરી તદ્દન વાહિયાત અને નિષ્ફળ સાબિત થાય છે. વરસાદ વિરામ લે ત્યારે ધીમે ધીમે એની મેળે પાણી ઉતરે છે પણ આ વિભાગો દ્વારા કોઈ કમગીરી કરાતી નથી. જો વરસાદ અનાધાર વરસતો રહે તો આખાં શહેર-નોટિફાઈડ વિસ્તારોમાં પાણી કેવી સમસ્યા સર્જે એ કલ્પના જ કરવી રહી!!! આ તમામ તંત્રો દ્વારા પ્રિ મોનસુન કામગીરીના નામે ખર્ચાતા લાખો રૂ! સાચા અર્થમાં વરસાદી પાણીમાં ડુબી ગયાં હોય એવી પરિસ્થિતિ અંક્લેશ્વરમાં સર્જાઈ રહી છે. ત્યારે તંત્રો હવે સક્રિય બની સ્વચ્છ કમગીરી કરે એ અનિવાર્ય છે.