દિનેશભાઈ અડવાણી
ભરૂચ LCB ટીમના મયુરભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક દિવસ અગાવ અંકલેશ્વર શહેર માંથી ચોરાયેલ મોટરસાયકલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુરમાં ફરે છે .જે બાતમીના આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ PI જે.એન.ઝાલાની સૂચના મુજબ PSI વાય.જી.ગઢવી તેમજ એ.એસ.ચૌહાણએ કામગીરી કરતા મધ્યપ્રદેશ જઈ સઘન પેટ્રોલિંગ કરી ૨ નંબર વગરની મોટરસાયકલ સાથે ૨ આરોપીઓને ભરૂચ ખાતે લઇ આવી પુછપરછ કરતા ઝડપાયેલ આરોપીયો પાસેથી મળી આવેલ ૨ મોટરસાયકલ ની ઝીણવટ ભરી તપાસ કરતા આ નંબર વગરની મોટરસાયકલનો નંબર જાણી શકાયો હતો જે GJ ૧૬ BQ ૪૭૧૬ તથા GJ ૧૬ BA ૭૩૪૦ જણાય આવ્યો હતો.જે આરોપીઓ અંકલેશ્વર શહેર મહાવીર ટર્નિંગ પાસેની તેમજ અંકલેશ્વર GIDC માંથી ઉઠાંતરી કરી હોવાનું જણાય આવ્યું છે..ઝડપાયેલ આરોપીઓમાં નાધી ચીમલયા ભીલાલ ઉમર વર્ષ ૧૯ તથા ભુંદરિયા તિરફન ભીલાલ ઉમર વર્ષ ૨૧ રહેવાસી મોરી ફળ્યું ચાંદપુર જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશ બંને પાસેથી કુલ રૂપિયા ૫૦૦૦૦ હજારની કિંમતની મોટરસાયકલો ઝડપી પાડેલ છે.આ આરોપીયો મોટરસાયકલોના લોક તોડી ચોરી કરી અંતરિયાળ રસ્તા મારફતે પોતાના વતનમાં જઈ નંબર પ્લેટ તોડી નાખી સસ્તામાં મોટરસાયકલ વેચી નાખતા હોવાનું જણાયું છે.આ બનાવની તપાસ દરમિયાન ચોંકવનારી બાબત એ જાણવા મળી છે કે નાધી ચીમલીયા ભીલાલ અગાવ સુરત ખાતે ૧૪ મોટરસાયકલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો.