શાળાએ જતાં વિધ્યારથીઓને હાલાકી પાલિકા સત્તાધીશે નફિકરા !!!
ટાઉનહોલ માટે પાકો રસ્તો શિક્ષણ પરત્વે ઉદાસીનતા…
અંક્લેશ્વરમાં અનરાધારા વરસાદના પગલે જીનાવાલા સ્કુલ કંપાઉન્ડમાં પાણી ભરાઈ જવાનાં લીધે વિધ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે અને પાલિકાતંત્ર ખામોશ છે.
છેલ્લાં ત્રણ દિવસથી અંક્લેશ્વરમાં વરસાદે કહેર મચાવ્યો છે. સૌથી વધુ અસર જો કે જીનવાલા સ્કુલ કંપાઉન્ડમાં જોવા મળી છે. આખુ કંપાઉન્ડ પાણી-પાણી થઈ જતાં ગંદકી અને કદવ કિચડ પણ બેશુમાર જોવા મળે છે અને વિધ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સંકુલમાં ઈ.એન. જીનવાલા હાઈસ્કુલ ઉપરાંત એમ.ટી.એસ ગર્લ્સ હાઈસ્કુલ એમ અંક્લેશ્વરની બે જુનામાં જુની અને મોટી શિક્ષણ સંસ્થાઓમાં હજારો વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે
નગર પાલિકા સંચાલિત આ શાળાઓ હોવા છતાં પાલિકાતંત્ર આખા કંપાઉન્ડમાં ભરાતાં પાણી અને કિચડનાં કાયમી નિકાલ પરત્વે ઉદાસીન છે. હાલમાં જ નિર્માણ થયેલ માં શારદા ભુવન ટાઉન હોલ સુધી જવા માટે પાકો રસ્તો બનાવાયો છે જ્યારે કે શાળાઓને પાકા રસ્તાંથી વંચિત રાખવામાં આવી છે. રંગરાંગ અને કાર્યક્રમો કરતાં શિક્ષણ વધુ અગત્યનું હોવા છતાં પાલિકા સત્તાધીશો આ દિશામાં કોઈ કમગીરી કરતાં નથી. હાલમાં જ ઓએનજીસી એ લાખો રૂપિયા ડોનેશન આ બંને શાળાઓનાં રિનોવેશન માટે ફાળવ્યા છે ત્યારે સત્તાધીશો થોડાં નાણા આ કંપાઉન્ડ પાછણ ખર્ચીને સિક્ષકો તેમજ વિધ્યાર્થીઓને પડતી હાલાકી દુર કરે એવી વ્યાપક માંગ ઉઠી છે. જો કે સત્તાધીશો કે વિપક્ષ સભ્યો વિધ્યાર્થીઓની સમસ્યા સમજશે કે નહી એ હવે જોવું રહ્યું !!!