*તંત્ર નું એક બીજા પર દોષારોપણ*
અંકલેશ્વર
તારીખ.11.07.18
ચોમાસાનાં બીજા વરસાદમાં પણ અંકેલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વિવિધ કલર નું ગંદુ પાણી નિકણવાનું ચાલુ રહેતા આમલખાડીમાં . અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદુષિત થઈ રહી છે અને આ પાણી નર્મદાનદી દ્વારા દરિયા સુધી પોહચ્યા છે આમ આ જળ પ્રદુષણ થી ભૂગર્ભ જળ પણ ખરાબ થશે જેથી પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. આ બાબત ની જાણકારી સરકારી તંત્ર ને પહેલાથી ખબર હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી અને એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
વરસાદ નો લાભ ખેડૂતો કરતા ઉદ્યોગ પતિઓ વધારે લઈ રહ્યા છે. અલગ અલગ ખાડી માં અલગ અલગ કલર વહી રહ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમપટેલે આ બાબતે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર ના મેમ્બર સેક્રેટરી અને અંકલેશ્વર ના વિભાગીય અધિકારી ને આ બાબતે ફરિયાદ કરતા તેમણે તેમની ટિમ મોકલી હતી જેમને વિવિધ સ્થળેથી સેમ્પલો લીધા જ છે અને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
સેમ્પલ લીધા બાદ જીપીસીબી અંકલેશ્વર એ તાપસ હાથ ધરતા આ પ્રદુષિત પાણી ઓમ સાઈ ઇન્ડ્રસ્ટ્રીશ નું હોવાની શંકા વ્યક્ત કરી છે જીપીસીબી અધિકારીઓ વધુ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છે.