Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે ભરણ ગામની સીમમાંથી બે વર્ષ પહેલા પકડાયેલ વિદેશી દારૂના નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે .

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-25 મે 2017ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના 88 હજારના મુદ્દામાલ સાથે બુટલેગર મુકેશ અર્જુનભાઈ વસાવા ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન નવસારી પોલીસે વલસાડના વેળવાચના કુંડી ફળિયાના નિકુંજ અરવિંદભાઈ પટેલને ઝડપી પાડી સબજેલમાં મોકલી આપ્યો હતો તે અંકલેશ્વર તાલુકા પોલીસના પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ હોય અંકલેશ્વર તાલુકા પોલીસે તેની નવસારી સબજેલમાંથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હિંગલા ગામ ખાતે આંગણવાડીમાં પૂરતા નાસ્તો ન અપાતો હોવા બાબતે હુમલો.સામ-સામે આપેલ ફરિયાદ…

ProudOfGujarat

ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન અને અપહરણ મામલે અપાયું આવેદન પત્ર, ચાલુ માસમાં જ અનેક ઘટનાઓ બની હોવાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!